Friday, May 10, 2024
HomeGujaratમોરબીમાં અલગ અલગ બે સ્થળેથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે બે પકડાયા

મોરબીમાં અલગ અલગ બે સ્થળેથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે બે પકડાયા

મળતી માહિતી મુજબ ઉમા ટાઉનશીપના ગેઇટ પાસેથી દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૦, રહે. ઉમા ટાઉનશીપ મેઇન રોડ, અનંતનગર શેરી નં-૨, તા.જી. મોરબી)ને ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની ૬ બોટલો (કિં.રૂ.૨૫૪૦) સાથે પકડી પાડવામાં આવ્યો છે. આરોપી દિવ્યરાજસિંહએ બોટલો વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતી. પોલીસે આરોપી દિવ્યરાજસિંહ સામે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.

- Advertisement -
- Advertisement -

આ ઉપરાંત, મોરબીના લાતી પ્લોટમાં મુનનગર ચોક પાસેથી વિમલભાઇ શીવાભાઇ સવસાણી(રહે.પંચાસર રોડ, શ્યામ પાર્ક-૨) વાળાને પાસ પરમીટ વગર વ્હીસ્કીની બોટલ નંગ ૧ (કિં.રૂ. ૩૦૦) સાથે ઝડપી પાડી આરોપી વિમલ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!