Thursday, January 2, 2025
HomeGujaratત્રાજપરમાંથી બે મહિલા અને એક યુવાન તથા જુની ટીંબડી ગામેં મોબાઈલ ફ્લેશને...

ત્રાજપરમાંથી બે મહિલા અને એક યુવાન તથા જુની ટીંબડી ગામેં મોબાઈલ ફ્લેશને અંજવાળે જુગાર રમતા બે ઝડપાયા

મોરબી તાલુકાના જુની ટીંબડી ગામેં ટોર્ચના અંજવાળે જુગાર રમતા બે જુગારીઓ અને મોરબીના ત્રાજપર ખાતેથી જુગાર રમતી બે મહિલા અને એક યુવાન સહિત પાંચ પતાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી નજીક આવેલ ત્રાજપર ખાતેના બહુચરાજી મંદિર નજીક જુગાર રમતા મીનાબેન અવચરભાઇ સનુરા (ઉ.વ.૨૩ રહે.મોરબી-ર ત્રાજપર), બબીબેન જયંતીલાલ મકવાણા (ઉ.વ-૬૦ રહે.મોરબી-ર ત્રાજપર) અને જયંતીભાઇ પ્રભુભાઇ સનુરા (ઉવ-૨૮ રહે- મોરબી –ર બૌધ્ધનગર) ને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તમામ જુગારીઓના કબજામાંથી રકમ રૂપિયા ૨૩૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂની ટીંબડી ગામે આવેલ પ્રાથમીક શાળા બહાર જાહેરમાં મોબાઇલની ફ્લેશ લાઈટના અંગવાળે જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ દોડી ગઈ હતી જ્યાં રેઇડ કરતા આરોપી ગોવિંદભાઇ ધીરૂભાઇ સુરેલા (ઉ.વ.૨૨ રહે.-ઇન્દીરા નગર ખારો પટ મોરબી) અને સંજયભાઇ હકાભાઇ વીંજવાડીયા (ઉ.વ ૧૯ રહે.-વીશીપરા સ્મશાન
પાસે કુલીનગર-૧ મોરબી)ને પોલીસે ઝડપી લીધા હતો.પોલીસે બન્ને જુગારીઓના કબજામાંથી રોકડા રૂપીયા-૧૦૦૦/નો મુદામાલ કબ્જે કરી જુગારધાર હેઠળ કાયદેસરનીં કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા (મી)માંથી વરલી બાજ ઝડપાયો

માળીયા મિયાણાના માતમ ચોક નજીક આવેલ ખંડેર મકાનમા વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા યુસુબભાઇ કાસમભાઇ જેડા નામના 44 વર્ષીય યુવાનને માળીયા પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે ૬૦૦ રૂપિયાની રોકડ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!