Wednesday, January 15, 2025
HomeGujaratઉલટી ગંગા:"મને પુછયા વગર કેમ તારા ભાઈને મોટરસાઇકલ આપી દીધું ?" કહી...

ઉલટી ગંગા:”મને પુછયા વગર કેમ તારા ભાઈને મોટરસાઇકલ આપી દીધું ?” કહી પત્નીએ પતિને ફટકાર્યો

મોરબી શહેરમાં એક અજીબો-ગરીબ બનાવ સામે આવ્યો છે. જેમાં ઉલટી ગંગા વહેતી જોવા મળી હતી. પત્નીએ પતિ પર દાદાગીરી દેખાડી મને પૂછ્યા વગર તારા નાના ભાઈને મોટર સાયકલ કેમ આપ્યું કહી લાકડી લઈ પોતાના પતિ પર તૂટી પડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મોરબીમાં પંચાસર રોડ પર આવેલ ભાભા એકસ્પોર્ટ હાઉસની પાછળ ૪૦૩- નિલકંઠ હાઇટસ એપાર્ટમેન્ટમાં રહેતા જનક છગનભાઇ મારવાણીયા નામના યુવાનનાં પત્ની મનીષાબેન જનકભાઈ ને તેમના સાસુ-સસરા તથા દેવર સાથે ગમતું ન હોવાથી તેઓ તેમના પતિને તેઓને ઘરે જવા દેતા ન હતા અને તેઓને પોતાના ઘરે આવવા પણ દેતા ન હતા. ત્યારે બે દિવસ અગાઉ જનકભાઈએ પોતાની મોટર સાઇકલ તેના નાનાભાઈ નવીનને આપી દેતા પત્ની રોષે ભરાયા હતા. અને મને પુછયા વગર કેમ મોટર સાઇકલ આપેલ તેમ કહી જનકભાઈને પ્લાસ્ટિકની લાકડી વડે માર માર્યો હતો. અને ગાળો આપી હતી. ત્યારે લાકડીથી માર મારતા ફરિયાદીને માથાના ભાગે તથા જમણા હાથમાં કોણીં પાસે ઈજાઓ પહોંચી હતી. જેને લઈ જનકભાઈએ તેની પત્ની મનીષાબેનની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને લઈ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી. કલમ. ૩૨૪, ૩૨૩, ૫૦૪, તથા જી.પીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!