Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના ત્રાજપર ગામમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીના ત્રાજપર ગામમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકી જાહેરમાં જુગાર રમતા શખ્સો ઉપર પોલીસ તંત્ર દિવસેને દિવસે તવાઈ બોલાવી પત્તા પ્રેમીઓને ઝડપી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના ત્રાજપર ગામમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રેડ કરી જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, ગઈકાલે સાંજના સમયે મોરબી સીટી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળેલ કે, ત્રાજપર ગામમાં જાંપાની અંદર બીજી શેરીમાં અમુક લોકો ટોળું વળી જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી જુગાર રમતા મનસુખ અંબારામભાઇ દેત્રોજા, ભાવીન ચંદુલાલ વાઘેલા, અર્શદ નજીરભાઇ લશ્કરી, દેવજી જીવણભાઇ બાવરવા, દિનેશ રામજીભાઇ પાટડીયા અને રમેશ પ્રભુભાઇ પાંચોટીયા ઝડપાયા હતા. જેની પાસેથી પોલીસે રૂ-૮૬૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!