ભારતના કેન્દ્રશાસિત પ્રદેશના જુદા જુદા કલેકટરની બદલીઓ કરવામાં આવી હતી ત્યારે લાંબા સમયથી ફરજ બજાવતા IAS કેડરના અધિકારીઓ ની બદલીઓ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી જેમાં દિવના યુવા અને હોનહાર કલેક્ટર સલોની રાઈની દમણ ખાતે બદલી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સલોની રાઈ પ્રથમ UPSC ની પરીક્ષા પાસ કરી IPS બન્યા હતા બાદમાં ફરી તેઓએ UPSC ક્રેક કરી વર્ષ 2016 માં IAS બન્યા હતા ત્યારે યુવા અને ઉત્સાહી કલેક્ટર સલોની રાઈના પતિ રાકેશ મનિહાસ દમણ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા જેની જગ્યાએ હવે તેઓના પત્ની એટલેકે સલોની રાઈ ફરજ બજાવશે ત્યારે દિવના નવા કલેક્ટર તરીકે ફવમર્ન બ્રહ્માની નિમણુંક કરાઈ છે હાલ દિવ કલેક્ટર સલોની રાઈ મહિલાઓ અને બાળકોના ઉત્કર્ષ તેમજ સ્વચ્છતાં માટે જાણીતા હતા તેઓએ તેના કાર્યકાળ દરમિયાન બીચો પર અનેક પ્રકારની ગેરકાયદે પ્રવુતિઓ પર લગામ કસી હતી જેમાં હવે સલોની રાઈ દમણ ખાતે કલેક્ટર તરીકે પોતાની ફરજ પુરી પાડશે.