Thursday, January 16, 2025
HomeGujaratઅકાળે મોત : મોરબીમાં એક યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો :...

અકાળે મોત : મોરબીમાં એક યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો : નવા સાદુળકા ગામે આધેડનો ગળે ફાંસો ખાઇ આપઘાત

મોરબી તાલુકામાં ગઈકાલે વધુ બે આપઘાતના બનાવો સામે આવ્યા હતા. જેમાં મોરબીના અમરનગર કોજી સીરામિક લેબર ક્વાર્ટરમા એક મજૂરી અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તો નવા સાદુળકા ગામે આધેડે ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબી તાલુકામાં આવેલ કોજી સીરામિક અમરનગર ખાતે રહેતા વિનોદભાઈ મોહનભાઈ બથવાર નામના યુવકે ગઈકાલે કોઈ પણ કારણોસર કોજી સિરામિકના લેબર ક્વાર્ટરમા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જેની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને મૃતદેહને પી.એમ. માટે ખસેડી અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં, મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા હર્ષદભાઇ પરસોતમભાઇ ભુવા નામના આધેડે ગઈકાલે પોતાના ઘરે કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેના જનકભાઇ ભાણજીભાઇ ભુવા નામના તેમના પરિવારજનએ તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ તેને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરનાં હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!