મોરબી શહેરમાં પણ આજે રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન મુજબ 15 થી 18 વર્ષના તરુણવય માટે વેકસીનેશન ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે મોરબીમાં બોયઝ હાઈસ્કૂલ ખાતે વેકસીનેશન હજુ સુધી શરૂ જ થયું નથી. રજિસ્ટ્રેશન એપ્લિકેશનમાં મુશ્કેલીઓ આવતા વેકસીનેશન શરૂ થઈ શક્યું ન હતું.
આજથી રાજ્યભરમાં આરોગ્ય વિભાગની સૂચના મુજબ 15 થી 18 વર્ષના તરુણવય માટે કોરોના પ્રતિરોધક રસી આપવાનું શરૂ કરાયું છે જેને પગલે મોરબીની બોયઝ હાઇસ્કુલ ખાતે રજિસ્ટ્રેશન એપ્લિકેશનમાં મુશ્કેલીઓ આવતા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વેકસીનેશન શરૂ થાય એ પહેલાં જ અટકયું હતું. આ હાઈસ્કૂલમાં 15 થી 18 વર્ષના 60 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તંત્રની સુચનાને પગલે આજે સવારથી જ આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટિમ બોયઝ હાઇસ્કુલ ખાતે પહોંચી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી પરંતુ રજિસ્ટ્રેશન એપ્લિકેશન વેરી બનતા મુશ્કેલીઓ વધી હતી રજીસ્ટ્રેશન ન થઈ શકતા વેકસીનેશનની કામગીરીમાં વિલંબ ઉભો થયો હતો.