મોરબી જીલ્લામાં રસીકરણ અભિયાન અંતર્ગત જીલ્લાના પાંચ તાલુકામાં ૪૦ સેન્ટરો પર રસીકરણ કામગીરી કરવામાં આવશે જેમાં આજરોજ તા. ૨૮ જુનથી વેક્સીન આપવા માટે વેક્સીનેશનની ૪૦ સાઈટ નક્કી કરાઈ છે જેમાં મોરબી તાલુકામાં સિવિલ હોસ્પિટલ, સંસ્કાર ઇમેજિંગ સેન્ટર, સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર, લીલાપર અર્બન હેલ્થ સેન્ટર, પીએચસી ઘૂટું, પીએચસી લાલપર, પીએચસી આમરણ, સબ સેન્ટર રવાપર, સબ સેન્ટર પીપળી, સબ સેન્ટર નાની વાવડી, સબ સેન્ટર મહેન્દ્રનગર, ટંકારા તાલુકામાં સાવડી, લજાઈ, નેસડા, નેકનામ પીએચસી તેમજ સબ સેન્ટર જબલપુર, નસીતપર પ્રાથમિક શાળા, એમ. પી. દોશી સ્કૂલ ટંકારા, અને મીતાણા પ્રાથમિક શાળા, વાંકાનેર તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ વાંકાનેર, અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર ઉપરાંત કોઠી, ઢુવા, દલડી, તીથવા, સિંધાવદર પીએચસી, માળિયા તાલુકામાં સરવડ, વવાણીયા, ખાખરેચી પીએચસી અને હળવદ તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ હળવદ, પતંજલિ વિધાલય હળવદ, ટીકર અને રણમલપુર પીએચસી સબ સેન્ટર ચરાડવા, સબ સેન્ટર ઘનશ્યામપુર, સબ સેન્ટર સુંદરગઢ, સબ સેન્ટર સુરવદર, સબ સેન્ટર રાયસંગપર, સબ સેન્ટર જુના ધનાળા અને સબ સેન્ટર રાતાભેર ખાતે રસીકરણ કરવામાં આવશે.