Wednesday, October 14, 2026
HomeGujaratમોરબીમાં ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત વિવિધ રમત સ્પર્ધાઓ યોજાઈ

મોરબીમાં ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત વિવિધ રમત સ્પર્ધાઓ યોજાઈ

બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધામાં રમતવીરોએ કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાકક્ષા અને ગ્રામ્ય જીલ્લાકક્ષા હેઠળ વિવિધ ૨૪ રમતોનું આયોજન; ખેલાડીઓમાં જોશ અને ઉત્સાહ જોવા મળ્યો.

મોરબી: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં યોજાઈ રહેલા ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’ અંતર્ગત મોરબી જીલ્લામાં પણ સ્પર્ધાઓનો યોજાઈ રહી છે. મોરબી મહાનગરપાલિકાકક્ષા તથા મોરબી ગ્રામ્ય જીલ્લાકક્ષાની સ્પર્ધાઓ અંતર્ગત કુલ ૨૪ જેટલી અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રમતગમત મહોત્સવ હેઠળ બેડમિન્ટન, વોલીબોલ અને જુડો જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં મોરબી જીલ્લાના ઉત્સાહી રમતવીરોએ ભાગ લઈને રમત પ્રત્યેનો પોતાનો જોશ અને ઉત્સાહ દર્શાવ્યો હતો અને વિવિધ વયજૂથના ખેલાડીઓએ ખેલદિલીની ભાવના સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!