માળીયા મિયાણા તાલુકાના બોડકી ગામે ઉનાળાના પ્રારંભની સાથે જ પાણીથી સમસ્યાએ માથું ઊંચક્યું છે. ગામમાં છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી ન આવતું હોવાની ધગધગતી રાવ સાથે ગ્રામજનો દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારિયા,રાજયમંત્રી બ્રિજેશ મેરજા,તથા કુંવરજી બાવરીયાને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી.જે અંગે નિરીક્ષણ કરેલ હોઈ છતાં પણ પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. જેનું મુખ્ય કારણ એ છે કે પીપડીયા સંપમાંથી જે પાઈપ લાઈન આવી રહ્યી છે તેમા લાઈનની ક્ષમતાથી વધુ ગામોના કનેકશન થઈ ચૂક્યા છે જેમાં બોડકી ગામ છેવાડા વિસ્તારનું હોવાથી બોડકી સુધી પણી પહોંચતું નથી. રજુઆત બાદ હજનાળી સંપમાં પાઈપ લાઈન પણ નાખવામાં આવી છે પરંતુ આમરણ ચોવીસીના 14 ગામો દ્વારા વિરોધ કરતા કનેકશન કાપી નાખવામાં આવ્યું છે હાલ બોડકીમાં નામ માત્રનું પણ પાણી નથી મળી રહ્યું ત્યારે ગામ લોકો આસ પાસના ગામ રાજપર,દહીંસરા થી 3 થી 5 કી. મી દૂર પાણી ભરવા જવા મજબૂર છે. એટલું જ નહીં ગામના તળાવનું પાણી દુર્ગંધ મારતું હોવાથી કુવાના તળ નીચે છે અને ગ્રામજનો પાણી નો પણ ઉપયોગ કરી શકતા નથી.
એટલું જ નહીં પાણી જેવી પ્રાથમિક જરૂરીયાત માટે પણ ગ્રામજનોને પીવાના અને વાપરવાના પાણી માટે પૈસા ખર્ચી ટેન્કર મનગાવવા પડે છે. જે પણ પૂરતું મળતું નથી. આશરે બે ત્રણ મહિનાથી ગ્રામજનોની આવી દુર્દશા છે છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.જેથી ગ્રામજનો દ્વારા માટલા ફોડી પાણી આપો ના સુત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો અને સરકાર સમક્ષ પાણી આપવા માટે માંગણી કરવાના આવી હતી.