ઘુંટુ સહિતની ત્રણ ગ્રામ પંચાયતને ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મીની ટ્રેક્ટરનું લોકાર્પણ કારાયું
વંદે ગુજરાત વિકાસ યાત્રા અન્વયે વિકાસ યાત્રા રથ દ્વારા મોરબીના ગામેગામ ખૂંદીને લોકો સમક્ષ ગરવી ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે સાથે લોકોને વિવિધ યોજનાઓના લાભ પણ આપવામાં આવી રહ્યા છે. મોરબીના ઘુંટુ ગામે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા સહિતના અગ્રણીઓ તથા ગ્રામજનોએ વિકાસ યાત્રા રથની આગતા-સ્વાગત કરી હતી.
આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ બે દાયકાની ગુજરાતની વિકાસયાત્રાનો ચિતાર આપી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે વન વિભાગ દ્વારા ઔષધિય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા માં કાર્ડ, પોષણ કીટ વગેરેના લાભાર્થીઓને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઘુંટુ સહિતની ત્રણ ગ્રામ પંચાયતને ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મીની ટ્રેક્ટરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, વન વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારિઓ, અગ્રણીઓ અરવિંદભાઈ વાંસદળિયા, જેઠાભાઈ પારેધી, દેવજીભાઈ પરેચા સહિત ગ્રામજનો, શિક્ષકો તથા બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.