Sunday, May 19, 2024
HomeGujaratવાંકાનેરના ગારીયા ગામે વાડીમા ધમધમતું જુગારધામ ઝડપી લેતી એલસીબી

વાંકાનેરના ગારીયા ગામે વાડીમા ધમધમતું જુગારધામ ઝડપી લેતી એલસીબી

1.74 લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા 12 જુગારી ઝડપાયા:બે નાસી છૂટયા

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબી એલસીબીએ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ગારીયા ગામે વાડીમાં ધમધમતા જુગારધામને ઝડપી લીધું હતું. એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા 12 શખ્સોને રૂપિયા 1.74 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જો કે, દરોડા દરમિયાન બે જુગારી નાસી ગયા હતા.

મોરબી એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકાના ગારીયા ગામે ઇકબાલભાઇ ઉર્ફે ભુરો યાસીનભાઇ ગરાણા જુલાયાની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે. આ બાતમી મળતા એલસીબીએ ત્યાં દરોડા પાડી જુગાર રમતા ઇકબાલભાઇ ઉર્ફે ભુરો યાસીનભાઇ ગરાણા જુલાયા, સંજયભાઇ ઉર્ફે ચંદુ કાળુભાઇ જીડીયા, કાનજી ઉર્ફે કાનો ખીમજીભાઇ સરવૈયા, યાકુબભાઇ હુશેનભાઇ શેરસીયા મોમીન, વિજયભાઇ ભરતભાઇ મકવાણા, વિપુલભાઇ સાદુરભાઇ રોજાસરા, મકસુદભાઇ સતારભાઇ ગુર્જર, અલ્ફાઝભાઇ હુશેનભાઇ ગરાણા જુલાયા, એજાઝભાઇ સલીમભાઇ મડમ સંધી, હનિફભાઇ અલારાખાભાઇ હોથી, મનુભાઇ વીરાભાઇ પરમાર, સુનિલભાઇ કાળુભાઇ જીડીયાને રોકડા રૂપિયા 43000, મોબાઇલ ફોન નંગ-9 કિંમત રૂપિયા 36000 તેમજ અલગ અલગ વાહનો કિંમત રૂપિયા 95000 મળી કુલ રૂપિયા 1,74,000નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે પુષ્પરાજસિંહ અગરસિંહ વાળા, અવિભાઇ ગભરૂભાઇ ધાધલ નાસી ગયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!