Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમાં શાક માર્કેટ પાછળ આવેલ ખુલ્લી ગટર ઢાંકવા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ...

મોરબીમાં શાક માર્કેટ પાછળ આવેલ ખુલ્લી ગટર ઢાંકવા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળની માંગ

મોરબી શહેરમાં શાક માર્કેટ પાછળ આવેલ ખુલ્લી ગટરમાં અવાર નવાર ગૌવંશ પડવાના બનાવો બને છે આથી આ ખુલી ગટરને ઢાંકવાની વ્યવસ્થા કરવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ મોરબી દ્વારા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરવૈયાને લેખિત રજુઆત કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ મોરબી દ્વારા કરાયેલી લેખિત રાજુઆતમાં જણાવ્યું કે મોરબીના શાક માર્કેટ વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં વારંવાર ગૌવંશ ખાબકતા હોવાના બનાવો સામે આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગયોને માતા માનવમાં આવે છે આથી આવા બનાવથી ગૌ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓની લાગણીને ઠેસ પહોંચે છે. તો આ ગંભીર સમસ્યા અંગે તાત્કાલિક નિર્ણય લઈ ગટરને ઢાંકવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગ છે. તેમ રજૂઆતના અંતમાં જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!