મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા પ્રભુ શ્રી રામ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિતે મોરબી શહેરમાં ભવ્યાતિભવ્ય શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શોભાયાત્રા મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી શરૂઆત થઈ હતી જે દરબાર ગઢ થઈને જૂના બસ સ્ટેન્ડથી રવાપર રોડ પર થઈને વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય પર અભિવાદન કરીને પૂર્ણ કરવામાં આવી હતી.
આ શોભાયાત્રાનું વિવિધ સંગઠનો દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પ્રસાદ અને શરબતનું વિતરણ કરાયું હતું.આ શોભાયાત્રા દરમિયાન સમસ્ત હિન્દુ સમાજના લોકો રામ મય બની ઉલ્લાસ પૂર્વક શ્રી રામ જન્મોત્સવને વધાવ્યો હતો. તેમ મોરબી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કે.બી બોરીચાએ જણાવ્યું હતું.