ગઈકાલે રાજકોટ RDD અધિકારી હળવદ હોસ્પિટલની મુલાકાતે પહોચ્યા હતાં તેઓએ હોસ્પિટલનાં કોરોના તેમજ અન્ય વોર્ડની મુલાકાત કરી ધટતી સુવીધા બાબતે માહીતી મેળવી હતી અને કોરોનાની ત્રીજી લહેર સામે કેવા પ્રકારની તૈયારી રાખવી અે અંગે સુચનો કર્યા હતાં. તેઓએ ડો.કૌશલભાઇ પટેલ સાથે જરુરી સુવિધા વિષે સમીક્ષા કરી હતી અને હળવદ પંચમુખી ઢોરા પાસે આવે જુની હોસ્પિટલમા કોરોનાના દર્દીઓ માટે ૫૦ બેડની સુવિધા વધારવાની કામગીરી અંગે ચર્ચા કરી હતી.