મોરબીના પાનેલી ગામે કોરોના કેસ વધતા ગ્રામજનોએ સ્વૈચ્છિક લોકડાઉન કર્યું છે જેમાં સવારના સાત થી નવ વાગ્યા સુધી જ બજાર ખુલી રાખવા પાનેલીના ગ્રામજનોએ એલાન કર્યું છે સાથે જ આરોગ્ય વિભાગ પર પણ આક્ષેપો કર્યા છે.
મોરબીમાં કોરોના ના કેસમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી તાલુકાનાં પાનેલી ગામના ગ્રામજનોએ તેના ગામમાં 40 થી વધુ કેસ આવ્યા હોવાનું અને ત્રણ વ્યક્તિઓના મોત થયા હોવાનું જણાવ્યું છે અને સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા આ આંકડા ને કોરોનામાં સમાવવામાં નથી આવ્યા તેમજ આરોગ્ય વિભાગ પણ કોઈ નક્કર કાર્યવાહી કરતું ન હોવાનું જણાવી ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતા સાથે જ અચાનક ગામમાં કોરોના કેસ વધી જતાં સ્વૈચ્છિક લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે સરપંચ ના જણાવ્યા અનુસાર સવારના સાત વાગ્યા થી નવ વાગ્યા સુધી જ બજારો ખુલ્લી રાખવા ગ્રામજનોએ નિર્ણય કર્યો છે આ સાથે આરોગ્ય વિભાગે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ગ્રામજનો કોરોના ગાઈડલાઈનના નિયમોનું પાલન કરતા નથી અનેક વખત સમજાવ્યા છતાં પણ ટેસ્ટ કરાવતા નથી અને તંત્રને પણ સાથ આપતા નથી કોઈ ગ્રામજનો વેકસીન લેતા નથી અને દોષ નો ટોપલો તંત્ર પર ઢોળે છે જો કે આરોગ્ય વિભાગ તેની કામગીરી સતત હાજર રહી કરી રહ્યું હોવાનું હાજર કર્મચારીઓએ જણાવ્યું હતું.જો જો કે હાલ આ ગામના લોકો દ્વારા ટેસ્ટ પણ ન કરાવતા હાલ કોરોના કેસ વધતા જઈ રહ્યા છે ત્યારે 8 હજારની વસ્તી ધરાવતું નાનું શહેર જેવડું ગામડું હાલ અંધશ્રદ્ધામાં જ જીવતા હોવાનું આરોગ્ય વિભાગના ફરજ પરના કર્મચારીઓ દ્વારા જણાવ્યું છે .