Thursday, April 25, 2024
HomeGujaratમોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારે ૧૦ વાગ્યા સુધીમાં અંદાજીત ૧૫.૬૮ ટકા...

મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારે ૧૦ વાગ્યા સુધીમાં અંદાજીત ૧૫.૬૮ ટકા મતદાન નોંધાયું

મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આજે સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થઈ ચૂક્યું છે.ત્યારે આજે સવારના 10 વાગ્યા સુધીમાં મોરબી માળીયા બેઠકની પેટા ચૂંટણીમાં 15.68 ટકા મતદાન નોંધાયું છે. જોકે સવારના 10 વાગ્યા સુધીની મતદાનની ટકાવારી બતાવે છે કે મતદારોનો ઉત્સાહ વધુ છે અને અત્યાર સુધીમાં આ સારું કહી શકાય તેવું મતદાન નોંધાયું છે. મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મંગળવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો ધીમી ગતિએ પ્રારંભ થયા બાદ શરૂઆતના ત્રણ કલાકમાં 15.68 ટકા જેટલું મતદાન થયું છે.ઉલ્લેખનીય છે કે 65 મોરબી-માળિયા વિધાનસભા ક્ષેત્રમાં 141857 પુરુષ મતદારો અને 129609 મહિલા મતદારો નોંધાયા છે. આમ કુલ મળીને 2,71,467 મતદારો આ મતક્ષેત્રમાં નોંધાયેલા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!