Wednesday, January 15, 2025
HomeGujaratવાકાનેર શહેર પોલીસે બે ઇકો કારની ચોરીનો ભેદ ઉકેલી કાઢયો : એકની...

વાકાનેર શહેર પોલીસે બે ઇકો કારની ચોરીનો ભેદ ઉકેલી કાઢયો : એકની ધરપકડ, એક ની શોધખોળ

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના બે ઈક્કો કાર ચોરીમાં ગુનાનો ભેદ ઉકેલી ચોરાયેલ બન્ને ઇક્કો કાર સાથે એક ઈસમને રાજસ્થાનથી વાંકાનેર સીટી પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની બે ઈક્કો કાર ચોરીનો ભેદ ઉકેલવા તેમજ ચોર મુદામાલ પકડી પાડવા કડક સૂચના આપેલ હતી. જેથી વાંકાનેર સીટી પોલીસે ટેકનીકલ સોર્સનો અભ્યાસ કરી તેમજ સોસીયલ મીડીયા અને હ્યુમન સોર્સથી GJ-36-R-6911 નંબરની તથા GJ-36-F-1053 એમ કુલ બે મારૂતી કંપનીની ઈક્કો ગાડી રાજસ્થાનમાંથી કબ્જે લઇ વાહન ચોરીના બે અનડીટેક્ટ ગુન્હાઓને શોધી કાઢ્યા છે. તેમજ ગાડી સાથે મૂળ રાજસ્થાનના અને હાલ હશનપર નાલાની બાજુમા નવા બનેલ કારખાનામા મજૂરની ઓરડીમા રહેતા ૨૦ વર્ષીય આરોપી નિમ્બારામ સરૂરામ ભાખલાને પકડી પાડ્યો છે, જયારે રાજસ્થાનમાં રહેતો ઓમપ્રકાશ મુરારામ જાણી નામનો આરોપી હજુ પણ ફરાર છે. જેને પકડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!