Wednesday, April 24, 2024
HomeGujaratMorbiમોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં જુગાર ધામ પકડાયુ : પાંચની ધરપકડ કરી

મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં જુગાર ધામ પકડાયુ : પાંચની ધરપકડ કરી

મોરબીના લીલાપર રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાંથી 2 મહિલાઓ સહીત 5 શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. તેમજ પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 62,000 કબ્જે કરી છે

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પીએસઆઈ વી.કે.ગોંડલીયા સહિતની ટીમ નાઇટ પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ટીમને ખાનગી રીતે મળેલ બાતમી મળી હતી કે લીલાપર રોડ પર આવેલા આવાસ યોજનામાં જુગરધામ ચાલી રહ્યું છે
જેમાં મહિલા પીએસઆઈ વી કે ગોંડલીયા લીલાપર રોડ પર મુખ્યમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા મુકેશભાઇ જાદવભાઇ પરમારના ઘરમાં રેડ કરતા તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા પાંચ ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા અને આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. ૬૨,૦૦૦ પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને જુગાર રમતા મુકેશભાઇ જાદવભાઇ પરમાર, જીતેશભાઇ ભીખાભાઇ સોલંકી, નકુલભાઇ કરશનભાઇ મંદરીયા, રેખાબેન મુકેશભાઇ પરમાર તથા અરૂણાબેન જીતેશભાઇ સોલંકીની ધરપકડ કરી અને તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!