Friday, January 3, 2025
HomeGujaratવાંકાનેર: ઢૂવા ગામ નજીક દવાખાનું ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો

વાંકાનેર: ઢૂવા ગામ નજીક દવાખાનું ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસવડાની સૂચનાથી તથા ડીવાયએસપી રાધિકા ભરાઇના માર્ગદર્શન હેઠળ એસઓજી ઇન્ચાર્જ વી.બી.જાડેજા તથા એસઓજી સ્ટાફને બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલ અમરધામ સામે જતા રસ્તે આવેલ એસ્કોન વીટ્રીફાઇટ કારખાનની સામે આવેલ નામ અને મેડિકલની ડીગ્રી વગરનુ દવાખાના ચાલવી બોગસ ડોક્ટર જન આરોગ્ય સામે ખીલવાડ કરે છે. આ પ્રકારની બાતમી મળતા એસઓજી ટીમ ઉપરોક્ત સ્થળે ત્રાટકી હતી અને પોલીસની તપાસમાં આરોપી ગોલક પ્રફુલ્લો વિશ્વાસ (ઉ.વ.૪૨, રહે. હાલ માટેલ ખોડીયાર માતાના મંદીરની બાજુમા, તા.વાંકાનેર, જી.મોરબી, મુળ રહે.બહીરગચી, તાલુકો-રાનાઘાંટ, જીલ્લો નદીયા પચ્ચીમ, બંગાળ) પોતાના કબજા ભોગવટાના નામ વગરના દવાખાનામાં કોઇપણ પ્રકારની ડીર્ગી વગર બીમાર દર્દીઓની સારવાર કરતા મનુષ્યની જિંદગી કે અન્ય વ્યકિતઓની શારીરીક સલામતી જોખમમા મુકાય તે રીતે પ્રેકટીસ કરી એલોપેથીક દવા આપતો હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે આ બોગસ ડોક્ટરને જુદી જુદી દવાઓ કિ.રૂ. ૧૩ ૮૮૧ નો મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!