વાંકાનેરના શાકમાર્કેટ નજીકથી બાઈક ચોરાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ધમલપર નજીકથી ચોરાઉ બાઈક સાથે આરોપીને દબોચી લીધો હતો.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે રહેતા લાલજીભાઈ શામજીભાઈ ઓતરાદીયાએ વાંકાનેરના શાકમાર્કેટ નજીક પાર્ક કરેલ બાઇકને નિશાન બનાવી અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. જે અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.આ દરમિયાન પોલીસ ઘમલપર ફાટક નજીક વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ સાથે નીકળેલા સોહીલખાન ઉર્ફે કારો કેશરખાન આફ્રેદી, (રહે.વાંકાનેર મિલ પ્લોટ, નવજીવન સોસાયટી)ને અટકાવી બાઇકના ડોક્યુમેન્ટની માંગણી કરી હતી. આથી આરોપીએ ગેંગેફેંફે કરતા પોલીસે પોકેટ કોપ મોબાઈલ એપ વડે ચકાસણી કરી હતી.આથી પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ બાઈક ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.