વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ દર્શીતભાઇ ગૌરીશભાઇ વ્યાસ નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે, “નવા રાજાવડલા પાણીની કેનાલ પાસે ખુલ્લી જગ્યામા” અમુક ઈસમો ગેરકાયદેસર જુગાર રમે છે.” તેવી ચોક્કસ હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરતા જ્યાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રહીમભાઇ અબ્દુલભાઇ માથકીયા રહે-આરોગ્યનગર વાંકાનેર, અલ્તાફભાઇ આમદભાઇ બ્લોચ રહે-ગામ-રાજાવડલા તા-વાંકાનેર, મહેબુબભાઇ આમદભાઇ શેરસીયા રહે-નવા રાજાવડલા ગામ તા-વાંકાનેર, નજરહુશેન વલીમામદભાઇ શેરસીયા રહે-લીંબાળા ગામ તા-વાંકાનેર તથા રમેશભાઇ અમુભાઇ સારલા રહે-રાજાવડલા ગામ તા-વાંકાનેર વાળાને રોકડા રૂપીયા ૩૪,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






