બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કાજલબેન હસમુખભાઇ વીંજવાડીયા (ઉ.વ.૪૦ ધંધો.ઘરકામ રહે.નવાપરા શેરી નં.૦૩ વાંકાનેર) એ આરોપીઓ હકુબેન દેવજીભાઇ સારલા, કાજલબેન દેવજીભાઇ સારલા (રહે.બન્ને નવાપરા રામજી મંદીર વાળી શેરી વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૨૯ ના રોજ સાંજના સાત સવા સાતેક વાગ્યાના સુમારે ફરીયાદીના સસરા પાસે આરોપી હકુબેનનાં પતિ ઘેર બેસવા આવતા જતા હોય જે આરોપીઓને સારુ નહિં લાગતા જેનો ખાર રાખી ફરિયાદી શેરીમાંથી નીકળતા આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી ઝપાઝપી કરી તેમજ આરોપી હકુબેને લાકડાના ધોકા વતી એક ઘા ફરિયાદીના માથામાં કપાળથી ઉપરના ભાગે મારી ઇજા કરી તથા આરોપી કાજલબેને ફરિયાદી સાથે ઝપાઝપી કરી તથા ફરિયાદીના દીકરાને ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી હતી. આ બનાવની વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.