બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભુપતભાઈ લધુભાઈ સાથલીયા (ઉ.વ.૪૫, ધંધો-ટ્રક ડ્રાઈવીંગ રહે. ગામ જુના રાજાવડલા તા.વાંકાનેર) એ આરોપીઓ કિશનભાઇ તેજાભાઈ ટોળીયા, રવિભાઇ તેજાભાઈ ટોળીયા, કાળુભાઇ તેજાભાઈ ટોળીયા, કાનાભાઇ તેજાભાઈ ટોળીયા (રહે-ચારેય-ગામ- જુના રાજાવડલા તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીની દિકરીને આ કામનો આરોપી કિશનભાઇ તેજાભાઈ ટોળીયા એકાદ વર્ષ પહેલા હેરાન કરતો હોય જે બનાવ બાબતે ઘરમેળે સમાધાન થયેલ હોય પણ તેનો ખાર રાખી ફરીયાદી તા.૨૨ ના રોજ જુના રાજાવડલા ગામે ફાકી મસાલો લેવા જતા હતા. ત્યારે આરોપીએ ફરીયાદી સાથે મે તમારી દિકરીને હેરાન કરેલ તે બાબતે તે મારુ શું બગાડી નાખેલ તેમ કહી બોલાચાલી કરી ફરીયાદીને ગાળો આપી ફરીયાદીને ડાબા પગે નળાના ભાગે લોખંડનો પાઈપ મારી ફ્રેક્ચરની ઇજા પહોંચાડી હતી. તેમજ અન્ય આરોપીઓએ ફરીયાદીને જમણા પગે પીંડીના ભાગે લાકડી વતી મુંઢ ઇજા પહોંચાડી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વાંકાનેર સીટી પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.