વાંકાનેરના સેન્ટોસા સીરામીકના પાછળના ભાગે ત્રણેક દિવસ અગાઉ કોહવાય ગયેલ હલાતમા મળી આવેલ મૃતદેહના કેસમાં પોલીસે ઊંડી તપાસ આદરી વાંકાનેર પોલીસ અને એલસીબી પોલીસે ગણતરીની દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે જેમાં શકદાર જ આરોપી નીકળતા ચોંકાવનારા ખુલાસા થયા છે. મૃતક યુવાન આરોપીઓ પાસેથી રૂપિયા માંગતો હોવાથી અવાર નવાર ઉઘરાણી કરી ગાળો ભાંડતો હોય તેમજ આરોપીની પત્નીને પણ ગાળો આપતા બનેંએ મનોમન યુવાનનું કાસળ કાઢવાનું નક્કી કરી વારદાતને અંજામ આપી લાશને ઠેકાણે લગાવ્યાની બને આરોપીએ કબૂલાત આપતા પોલીસે બંનેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
માટેલ રોડ પર આવેલ સેન્ટોસા સીરામીકના પાછળના ભાગે આવેલ કાચા રસ્તા પાસેથી કોહવાય ગયેલ હાલતમા અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો હતો આ પ્રકરણમાં પોલીસને જાણ કરાતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી કલમ -૩૦૨,૧૧૪ મુજબ ગત તા -૦૨ / ૦૩ / ૨૦૨૨ ના રોજ ગુન્હો નોંધાયો હતો ત્યારબાદ પ્રાથમિક તપાસમાં મૃતક મદન કુજબીહારી પાલ (રહે. ઉતરપ્રદેશ)ની ઓળખ થતા તેના સગાવહાલાને બોલાવી મૃતદેહનું પી.એમ , કરાવતા યુવાનને માથાના ભાગે ઇજા થયેલ હોવાનુ જાણવા મળ્યું હતું તેને લઈને મૃતકના ભાઇ પુષ્પકુમાર ના જણાવ્યા અનુસાર મૃતક મદન મીલેનીયમ સીરામીક ખાતે મજૂરી કરતા હોય અને તા -૨૫ / ૦૨ / ૨૦ રર ના રોજ રાત્રે તેના મીત્ર રાધવેન્દ્ર રામકુમાર રજપુત તથા અશ્વીનભાઇ ઉદાભાઇ પગી પાસે મૃતક પૈસા લેવા માટે ગયા હતા અને ત્યારથી પરત આવેલ ન હોય તેવી હકીકત જાણવા મળી હતી.
ત્યારબાદ પોલીસે શકદાર રાધવેન્દ્રકુમાર રામકુમાર રાજપૂત (ઉ.વ. ર ૪ રહે. હાલે – કપટાઇલ્સ સીરામીક રાતીવીરડા તા – વાંકાનેર, મુળ, યુપી ) તથા અશ્ર્વીનભાઇ ઉગાભાઇ પગી (ઉ.વ .૨૧ રહે હાલે -બાટો સીરામીક સરતાનપર તા – વાંકાનેર મૂળ મહીસાગર)ની પુછપરછ કરતા આરોપી અશ્વીને ભાંડો ફોડતા જણાવ્યું હતું કે મદન મારી પાસેથી પૈસા માગતો હોય અને મને વારવાર ફોન કરી ગાળો ભાંડી રૂપિયાની ઉઘરાણી કરતો હતો વધુમાં એક વખત મારી પત્નીને પણ જેમ ફાવે તેમ ગાળો આપેલ જે જે મને નહીં ગમતા મદનને પાઠ શીખવવાનો મનોમન નક્કી કરેલ અને આ મદનને રાધવેન્દ્ર પાસેથી પૈસા લેવાના હોય જેને પણ ગાળો બોલતો હોય જેની જેથી હું તથા રાધવેન્દ્ર સાથે મળેલ અને અમે બન્ને મદનને મારી નાખવાનું નક્કી કરી રાઘવેએ મદનને ફોન કરી પૈસા લેવા આવવા માટે બોલાવેલ અને સેન્ટોસા સીરામીક પાછળ લઇ જઇ મદનને બન્નેએ મળી મદનને લોંખડના સળીચાથી માથામાં મારી હત્યા નિપજાવી હતી
અને લાશને ઢસળીને રસ્તાની બાજુમાં આવેલ ઘાસમા સંતાડેલ અને ત્યારબાદ અમો બન્ને ત્યાથી ભાગી ગયેલ હતા.આ અંગે કબૂલાત આપતા પોલીસે બને આરોપીઓને ઝડપી લીધા હતા.
આ કામગીરી પીએસઆઇ પી.જી.પનારા, પીએસઆઇ એન.બી.ડાભી,પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી ટીમ અને વાંકાનેર તાલુકા પોલિસી સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો.