પોલીસ અધિક્ષક મોરબી એસ.આર.ઓડેદરાએ મોરબી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા સુચના કરતા પોલીસ ઇન્સ્પેકટર એલ. સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે એલ.સી.બી. કચેરીએ હાજર હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. વીક્રમભાઇ કુગશીયાને ખાનગી બાતમી રાહે ચોકકસ હકીકત મળેલ કે જીવણભાઇ અણંદાભાઈ કોળી તથા રમેશભાઈ સોમાભાઈ કૌળી રહે. બને ચીત્રાખડા તા.વાંકાનેર મોરબી વાળાઓ બન્નેએ ભાગીદારીમાં અંગ્રેજી દારૂનો જથ્થો ચીત્રાખડા ગામની સીમમાં ઉંડવી તરફ જવાના રસ્તે ગેલમાના મંદિર પાસે રહેતા રમેશભાઈ સોમાભાઈ કોળીની વાડીમાં બનાવેલ રહેણાંક મકાનમાં ગે. કા.રીતે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનું ગે.કા.વેચાણ કરે છે. જે હકીકત આધારે વાંકાનેર તાલુકા પો.સ્ટે. ના ચીત્રાખડા ગામની સીમમાં વાડીમાં બનાવેલ રહેણાંક મકાને રેઇડ કરતા ગે.કા. ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની મેકડોવેલ નં.૧ સુપરીયર વ્હીસ્કીની ૭પ૦ મીલીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ-૭પ જેની કુલ કિં.રૂ.૨૮,૧૨૫/-નો મુદામાલ સાથે જીવણભાઈ અણંદાભાઇ ડાભી (રહે. ચીત્રાખડા તા. વાંકાનેર જી. મોરબી)ને પકડી પાડ્યો હતો. જ્યારે અન્ય બે આરોપીઓ રમેશભાઈ સોમાભાઈ જેજરીયા (રહે. ચીત્રાખડા તા.વાંકાનેર જી. મોરબી) અને નવનીતભાઇ કોળી (રહે. હાલ જોગડા (ભવાનીગઢ) તા.મુળી જી. સુરેન્દ્રનગર મુળ રહે. તરણેતર તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર) હાજર ન મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, એન. બી.ડાભી પો.સબ.ઇન્સ. એલ. સી.બી. મોરબી તથા પો.હેડ.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ચંદ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ.નીરવભાઈ મકવાણા, વિક્રમભાઈ કુંગસીયા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.