પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ઢુવા-માટેલ રોડ પર એકવલ સિરામિક પાસે બજાજ કંપનીના પલ્સર બાઈક રજી. નં. જીજે-૧૩-એક્યુ-૨૧૨૭ લઈ નિકળેલ એક શખ્સ શંકાસ્પદ જણાતા તેને રોકી તલાસી લેતાં તેની પાસેથી ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર ગે.કા. રીતે વેચાણ કરવા માટે દેશી પીવાનો દારુ જેવુ કેફી પ્રવાહી લીટર ૧૫ (કિ.રૂ.૩૦૦/-) મળી આવતા પોલીસે દેશી દારૂ તથા બાઈક (કિં.રૂ.૩૦,૦૦૦/-) મળી કુલ કિં.રૂ.૩૦,૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી નીલેશભાઇ વેલાભાઇ સરાવાડીયા (ઉ.વ. ૨૭,રહે.મનડાસર તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર) વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.