Monday, December 30, 2024
HomeGujaratવાંકાનેર : ગાડી સાઈડમાં લેવા બાબતે બે શખ્સોએ કારમાં તોડફોડ કરી જાનથી...

વાંકાનેર : ગાડી સાઈડમાં લેવા બાબતે બે શખ્સોએ કારમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હિરેનભાઇ બાબુભાઇ ઘાડીયા (ઉ.વ.૩૩ ધંધો.પ્રા.નોકરી રે.પારડી તા.લોધીકા જી.રાજકોટ)એ આરોપીઓ કુલદીપ રાજુભાઇ ખાચર, જયદેવ (રહે. બંને રંગપર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૩ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં રંગપર એકજીમેશ કારખાનાથી થોડે આગળ હાઇવે તરફ જતા રોડ ઉપર આરોપીઓએ કાર સાઇડમાં લેવા બાબતે ફરીયાદી સાથે બોલાચાલી ઝગડો કરી ગાળો આપી આરોપી કુલદીપે લોખંડના પાઇપથી ફરીયાદીની કારનો કાચ તોડી નાખી તથા બીજા આરોપી જયદેવએ ફરીયાદીનો કાંઠલો પકડી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!