મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના તેમજ ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારની બદી સંપુર્ણપણે નાબુદ કરવા અંગે સુચના કરેલ હોય જે અન્વયે વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પોલીસ હેડ. કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પો.કોન્સ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાને સંયુકત બાતમી મળી હતી કે વધાસીયા ગામની સીમમાં ટોલનાકાથી આગળ મેટાઈલ્સ સીરામીકમા જવાના રસ્તાની બાજુમા બાબા રામદેવ હોટલના સિક્યુરીટી વાળા મદનલાલ મીણા (રહે.હાલ બાબા રામદેવ હોટલમા મુળ રહે.રાજસ્થાન) વાળાએ બાબા રામદેવ હોટલની પાછળ ખરાબામા ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો દાટી રાખી તેમાથી વેચાણ કરતો હોય તેવી ચોકકસ બાતમી મળતા ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા બાબા રામદેવ હોટેલના પાછળના ભાગે ખરાબાની જમીન માંથી ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ ડિલ્કક્ષ કલેકશન વ્હિસ્કીની કાચની કંપની શીલપેક બોટલો નંગ ૭૦ કી.રૂ ૨૬૨૫૦/- તથા બિયર ના ટીન નંગ-૧૫ કી.રૂ ૧૫૦૦/- તથા એક મોબાઇલ કી.રૂ-૧૦૦૦/- સાથે આરોપી મદનલાલ નરસીહ રામ (ઉવ.૨૫ ધંધો-સિક્યુરીટી રહે.હાલ વધાસીયા ટોલનાકા પાસે મેકટાઇલ્સ સીરામીકમા જવાના રસ્તા પાસે બાબારામદેવ હોટલમા રહે.મુળ ઢોલારોડ માંડલ તા.જી.પાલી (રાજસ્થાન)) વાળાને કુલ રૂ. ૨૮,૭૫૦/-નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.