Wednesday, May 1, 2024
HomeGujaratવાંકાનેર:ડિવાઇડરની કટમાંથી રોંગ સાઈડમાં આવતા ડમ્પરે બાઈક સવાર બે યુવકને હડફેટે લેતા...

વાંકાનેર:ડિવાઇડરની કટમાંથી રોંગ સાઈડમાં આવતા ડમ્પરે બાઈક સવાર બે યુવકને હડફેટે લેતા એકનું મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર માર્ગ અકસ્માતની ઘટનામાં હાઇવે રોડ ઉપર આવેલ ડિવાઇડરની કટમાંથી ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર રોંગ સાઈડમાં એકદમ લાવતા સામેથી આવતું બાઈક ડમ્પર સાથે અથડાતા બાઈક સવાર બંને યુવક ઈજાગ્રસ્ત થયા હતા જેમાં બાઈકની પાછળ બેઠેલ યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. અકસ્માત થતાની સાથે ડમ્પર ચાલક પોતાનું વાહન રેઢુ મૂકીને નાસી ગયો હતો. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ બાબતે બાઈક ચાલક યુવક દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી સબજેલ સામે આવેલ વાલ્મીકિ વાસ શેરી નં ૭ માં રહેતા પૃથ્વી રાજેશભાઇ હીરાભાઇ પરમાર ઉવ.૧૮ એ ડમ્પર રજી.નં. જીજે-૧૨-બીએક્સ-૫૯૪૪ના ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે વાંકાનેર મોરબી નેશ્નલ હાઇવે પર ઢુવા ઓવરબ્રીજથી આગળ આરોપી ડમ્પર રજી.નં.જીજે-૧૨-બીએક્સ-૫૯૪૪ ના ચાલકે પોતાનું વાહન ફુલસ્પીડમાં ચલાવી એકદમ ડીવાઇડરની કટમાંથી રોંગ સાઇડમાં લેતા સામેથી પોતાની લેનમાં આવતા પૃથ્વીભાઈનું બાઈક હીરોસ્પલેન્ડર રજી.નં. જીજે- ૩૬-એએ-૭૨૯૯ વાળુ ડમ્પરના પાછળના વ્હીલ પાસે અથડાતા પૃથ્વીભાઈને ડાબા ખભામાં ગંભીર ઇજા તથા શરીરે છોલછાલ જેવી સામાન્ય પહોંચી હતી જયારે બાઈક પાછળ બેસેલ રોહીત વિપુલભાઇ ઝાલાને માથામાં, પગમાં તથા શરીરે ગંભીર ઇજા પહોચતા તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું અકસ્માતના બનાવ બાદ ડમ્પર ચાલક પોતાનુ વાહન મુકી નાશી ગયાની ફરિયાદ નોંધાવતા હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!