ટંકારા પડધરી બેઠક રાજકોટ લોકસભા વિસ્તારની મહત્વની બેઠક ગણાય છે જે બેઠક પર વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી માં કોંગ્રેસ દ્વારા પાટીદાર આંદોલન નો ભરપૂર લાભ ઉઠાવી ને જીત મેળવી હતી પરન્તુ જીત મેળવ્યા પછી ટંકારા માં વિકાસ ના નામે એક પણ કામ થયા નથી અને પાંચ વર્ષ પહેલાં ની જે સ્થિતિ હતી હજુ પણ તેમની તેમ જોવા મળી રહી છે.
આ બેઠકના ઇતિહાસ જોઈએ તો કેશુભાઈ પટેલ રાજકોટ ના રાજપરિવાર ના મનોહરસિંહ સહકારી ક્ષેત્રનાં વલ્લભભાઈ પટેલ સહિતના જીતી ચુક્યા છે અને આ બેઠક પરથી ચૂંટાઇને ઘણા ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રી, મંત્રી અને સાંસદ પણ બની ચુક્યા છે.
ત્યારે ગત ચૂંટણી માં ગુજરાત ભરમાં પાટીદાર અનામત આંદોલન ની અસર જોવા મળી રહી હતી અને કોંગ્રેસને પાટીદાર અનામત આંદોલનનો ભરપૂર લાભ મળ્યો હતો અને મોરબી જિલ્લાની ત્રણે બેઠક પર કબજો કર્યો હતો જેમાંથી વાંકાનેર બેઠક પર કોંગ્રેસનું એક હથ્થું શાસન છે જ્યારે મોરબી માળીયા બેઠકના કોંગ્રેસમાં ચૂંટાયેલા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ભાજપ માં જોડાયા અને પેટા ચૂંટણી યોજાઈ જેમાં બ્રિજેશભાઈ ભાજપમાંથી જીત્યા અને મંત્રી પણ બન્યા જ્યારે ટંકારની વાત કરીયે તો ટંકારા માં ૨૦૧૭ થી પાંચ વર્ષ સુધી સતામાં રહેલા અને પરિવર્તન ની વાતો કરતા કોંગ્રેસ ધારસભ્ય લલીત કગથરા એ ટંકારા માં એક પણ વિકાસનાં કામો કર્યા નથી અને પાંચ વર્ષ પહેલાં જે સ્થિતિ હતી તે હજુ ઠેર ની ઠેર છે જ્યારે ટંકારા પડધરી ના લોકો એ તેમને પરિવર્તન ની આશાએ ગાદી પર બેસાડયા હતા પરંતુ પરિવર્તન અને વિકાસ ના નામે માત્ર શૂન્ય જોવા મળી રહ્યો છે.