હડાળા ગામે લગ્નના દિવસે વરરાજાએ ઘોડે સવાર થઈ મતદાન કરીને લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવતા અનોખું અને પ્રેરણાદાયી દ્રશ્ય સર્જાયું છે.
હડાળા ગામના યુવાન શૈલેષભાઈ સાનીયાના આજે લગ્ન હોવા છતાં તેમણે મતદાનને પ્રાથમિકતા આપી હતી. પરંપરાગત વરરાજાના પોશાકમાં સજ્જ થઈ તેઓ ઘોડે સવાર થઈ વાજતે-ગાજતે મતદાન મથકે પહોંચ્યા હતા, જ્યાં તેમને જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મતદાન કર્યા બાદ શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, લગ્ન જીવનનો મહત્વનો પ્રસંગ છે, પરંતુ દેશના ભવિષ્ય માટે મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે. તેમના આ નિર્ણયને ગામમાં વ્યાપક પ્રશંસા મળી રહી છે અને યુવા પેઢી માટે એક સારો સંદેશ ગયો છે કે કોઈપણ પ્રસંગ હોય, મતદાન જેવી જવાબદારીને અવગણવી નહીં.





