મોરબી સિવિલ હોસ્પિટલની વહીવટી તંત્રની આકસ્મિક મુલાકાતમાં સત્ય બહાર આવ્યું :બેડ હોવા છતાં દર્દીઓને દાખલ કરવાના ન આવતા હોવાની વાત સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું
મોરબી જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાએ ભરડો લઈ લીધો છે લોકો અને તંત્ર બન્ને ધંધે લાગી ચુક્યા છે તો બીજી બાજુ વહીવટી તંત્રના પણ આરોગ્યથી લઈને ટોચના અનેક અધિકારીઓ કોવિડ પોઝિટિવ આવતા સ્થિતી કન્ટ્રોલમાં રાખવી તંત્ર માટે મુશ્કેલ બની ચુકી છે.જેમાં મોરબી વાસીઓને સૌથી વધુ નારાજગી સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવતા વલણથી ઉભી થઇ હતી જેમાં સિવિલ તંત્ર દ્વારા દર્દીઓને એડમિટ કરવામાં ન આવતી હોવાની અનેક ફરિયાદો વહીવટી તંત્ર ને મળી હતી અને મીડિયા માં પણ આ અહેવાલ પ્રસારિત થતાં મનીષા ચંદ્રા એ પણ મુલાકાત લઈ સીવિલ હોસ્પિટલની આ સ્થિતિ વિશે ચિંતા જતાવી ઘટતું કરવા સૂચના આપતા આજે મોરબી જીલ્લા કલેક્ટર જે બી પટેલ,આરોગ્ય વિભાગ ના અધિકારીઓ,ડીડીઓ,મામલતદાર સહિતની ટિમ મોરબી સિવિલ હોસ્પિટલમાં મુલાકાત માટે ગયા હતા જેમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે જેમાં 17 બેડ ખાલી હોવાનું સિવિલ હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન બહાર આવ્યું હોવાનું અધિક કલેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું જ્યારે દર્દીઓને સીવીલ હોસ્પિટલમાં જગ્યાજ નહીં હોવાનું સિવિલ તંત્ર દ્વારા પણ કહેવામાં આવતું તો બીજી બાજુ લાગતા વડગળતાઓ ને એડમિટ કરવામાં આવતા હોવાનું પણ જીલ્લા વહીવટી તંત્રને જાણ થતાં આ મામલે તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે હવે જોવું એ રહ્યું કે આગામી સમયમાં મોરબીની કહેવા પૂરતી સીમિત રહેલી સિવિલ હોસ્પિટલમાં સામાન્ય સુવિધાઓ અને યોગ્ય જવાબ દર્દીઓને મળશે કે પછી કાગળ પર રહેલી મોરબી સિવિલ હોસ્પિટલ ફક્ત મોટા મોટા બણગાં ફૂંકીને જ સંતોષ માની લેશે હાલ વહીવટી તંત્રએ આ મામલે તપાસ કરી અન્ય જગ્યાએ પણ બેડની સુવિધાઓ કાર્યરત કરવા કવાયત હાથ ધરી છે.