Wednesday, October 7, 2026
HomeGujaratમોરબીમાં ઘરકામ બાબતે બોલાચાલી બાદ પત્નીને લાકડાના ધોકાથી માર માર્યો

મોરબીમાં ઘરકામ બાબતે બોલાચાલી બાદ પત્નીને લાકડાના ધોકાથી માર માર્યો

ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં બનેલ બનાવ: પત્નીને કપાળમાં ૭-૮ અને માથાના પાછળના ભાગે ૪ ટાંકા આવ્યા, પતિ સામે ફરિયાદ નોંધાઈ.

- Advertisement -
- Advertisement -

મોરબીના લગ્ધીરપુર રોડ પર એટોમ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં ઘરકામ બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતાં પતિએ પત્નીને ગાળો આપી લાકડાના ધોકા વડે માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં કપાળમાં ૭-૮ અને પાછળના ભાગે ચાર ટાંકા આવ્યા હતા. હાલ મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલા એટોમ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા કમલેશભાઈ પીરૂલાલ પરમાર મૂળ રહે.નાગદા જંકસન ગામ તા.નાગદા જી.ઉજૈન મધ્યપદેશ વાળો અને તેમની પત્ની જરીનાબેન વચ્ચે ગત તા.૦૫/૧૦ના રોજ ઘરકામ જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપી કમલેશભાઈએ જરીનાબેનને ભુંડી ગાળો આપી ત્યાં પડેલા લાકડાના ધોકા વડે પીઠ, હાથ તથા માથાના ભાગે માર માર્યો હતો. બનાવને પગલે લોકો એકઠા થઈ જતાં મહિલાને વધુ મારથી છોડાવી હતી. ત્યારબાદ આરોપી કમલેશભાઈએ ફરી બોલાચાલી કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો.

ઇજાગ્રસ્ત જરીનાબેનને પ્રથમ મોરબીની સમર્પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં માથાના કપાળના ભાગે ૭-૮ ટાંકા તથા પાછળના ભાગે ચાર ટાંકા આવ્યા હતા તેમજ પીઠ અને ડાબા હાથના ભાગે મુંઢ ઈજાઓ અંગે સારવાર લીધી હતી. ત્યારે બનાવ અંગે ઇજાગ્રસ્ત જરીનાબેનના સગા વિષ્ણુભાઈ રણમલભાઈ રાઠોડ ઉંવ.૨૩ની ફરિયાદના આધારે તાલુકા પોલીસે કમલેશભાઈ પીરૂલાલ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી આળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!