આજ રોજ એસપી એસ. આર. ઓડેદરા ની સુચના મુજબ ડીવાયએસપી રાધીકા ભારાઈ, સર્કલ પોલીસ ઈન્સપેકટર એચ. એન. રાઠોડ નાં માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહિબિશન તથા જુગારનાં જેવી પ્રવૃત્તિ શોધી કાઢવાની સુચનાને આધારે ટંકારા પોલીસ સબ ઈન્સપેક્ટર બી. ડી. પરમાર, સર્વેલન્સ સ્કવોડ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ નાગજીભાઈ બાર, પોલીસ કોન્સ્ટેબલ બીપીનભાઈ અમરશીભાઈ શેરસીયા, સિધ્ધરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, વિજયભાઈ ખેંગારભાઈ ચાવડા, ગૌરવભા કનુભા ગઢવી, મહિલા લોકરક્ષક ડિમ્પલબેન ગોવિંદભાઈ વિરડા સહિત નો સ્ટાફે પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન હડમતીયા ગામે બસસ્ટેન્ડ પાસે એક મહિલા ત્રણ પ્લાસ્ટિકનાં બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તેની અટક કરી ચેક કરતાં તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ ની પ્લાસ્ટિક ની બેટલે નંગ ૭૨ કિંમત રૂ. ૨૧,૬૦૦/- નાં પ્રોહિ. મુદ્દામાલ સાથે ચક્કીબેન સબુરભાઈ ઝાપડાભાઈ સંગોડ (ઉ.વ.૨૭, રહે. પાવ ગામ ગડી ફળીયું તા. ધાનપુર જી. દાહોદ) ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.