Sunday, October 11, 2026
HomeGujaratટંકારામાં ખુલ્લા પ્લોટમાંથી ૪૨૩ નંગ ચપલા ઝડપાયા, આરોપી ફરાર

ટંકારામાં ખુલ્લા પ્લોટમાંથી ૪૨૩ નંગ ચપલા ઝડપાયા, આરોપી ફરાર

ટંકારાના મોમીનવાસ વિસ્તારમાં રહેણાંકની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં ટંકારા પોલીસે દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનાં ૪૨૩ ચપલા કબજે કર્યાં હતાં. દરોડા દરમિયાન આરોપી હાજર મળી નહિ આવતા પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસને બાતમી મળી કે, સમીર અજીતભાઈ સાંજી રહે.મોમીન વાસ ટંકારા વાળો પોતાના રહેણાંકની પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમીના આધારે ટંકારા પોલીસે સમીર સાંજીના રહેણાક મકાનની બાજુના ખુલ્લા પ્લોટમાં રેઇડ કરતા જ્યાંથી વિદેશી દારૂનાં ૪૨૩ ચપલા કિ.રૂ.૪૨,૩૦૦/- નો મુદ્દામાલ મળી આવતા, દારૂ કબજે કરી આરોપી સમીર સાંજીને ફરાર દર્શાવી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!