હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઝૂંપટપટ્ટીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભીષણ આગ ભભૂકી હોવાની માહિતી સુત્રોમાંથી મળી હતી.આગમાં સાત જેટલા ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.જેથી શ્રમિકોની તમામ ઘરવખરી આગમાં નાશ પામી હતી.
હળવદના જીઆઇડીસી વિસ્તારમાં કેટલાક મજૂરો ઝુંપડા બાંધીને રહી મીઠાની મજૂરી કામ કરે છે ત્યારે સવારે આ ઝૂંપટપટ્ટીમાં રહેતા મજૂરો મીઠાનું મજૂરી કરવા ગયા હતા.ત્યારે પાછળથી જીઇબીના કોન્ટ્રાક્ટરે હળવદના જીઆઇડીસી વિસ્તારમાં વીજ સબ સ્ટેશન પાસે ઘાસ સળગાવ્યું હતું. આથી આ આગનો તણખલો બાજુની ઝૂંપટપટ્ટીમાં પડતા જ ઝુંપડા સળગવા લાગ્યા હતા.અને જોત જોતામાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા સાતેક ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.ધટનાની જાણ થતા હળવદ ફાયરની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ ધટનામાં કોઈ જાનહાની થયાની માહિતી મળી નથી જો કે મામલે હાલ સુધી હળવદ પોલીસ મથકે કોઈ નોંધ કરવામાં આવેલ નથી