Thursday, July 23, 2026
HomeGujaratયંગ ઇન્ડિયા ગ્રુપ અને સ્કાય મલ્ટિપ્લેક્સ મોરબી દ્વારા વડીલો અને યુવાનો માટે...

યંગ ઇન્ડિયા ગ્રુપ અને સ્કાય મલ્ટિપ્લેક્સ મોરબી દ્વારા વડીલો અને યુવાનો માટે ખાસ ધાર્મિક ગુજરાતી ફિલ્મનો શો યોજાયો

સામાજિક સંસ્કારોનું સિંચન થાય, સંસ્કૃતિનું જતન થાય અને યુવા પેઢીમાં ભક્તિભાવ તેમજ ધાર્મિકતા જાગ્રત થાય તેવા ઉદાત્ત હેતુ સાથે મોરબીના અગ્રણી સામાજિક સંગઠન ‘યંગ ઇન્ડિયા ગ્રુપ’ અને ‘સ્કાય મલ્ટિપ્લેક્સ મોરબી’ ના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ સામાજિક-ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જે અંતર્ગત મોરબીના વૃદ્ધાશ્રમના વડીલો તેમજ સ્થાનિક યુવાનો માટે ખાસ ધાર્મિક ગુજરાતી ચલચિત્રનો શો યોજવામાં આવ્યો હતો.આ આયોજન પાછળનો મુખ્ય હેતુ સમાજના મોભી એવા વૃદ્ધાશ્રમના વડીલોને આનંદ સાથે આદર આપવાનો અને નવી પેઢીના યુવાનોમાં ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને સામાજિક મૂલ્યો પ્રત્યે જાગરૂકતા લાવવાનો હતો. મલ્ટિપ્લેક્સના હોલમાં વડીલો અને યુવાનોએ સાથે બેસીને ફિલ્મ નિહાળી હતી, જેનાથી પેઢીઓ વચ્ચેનો પ્રેમ અને આદર વધુ મજબૂત બન્યો હતો.

આ પ્રસંગે યંગ ઇન્ડિયા ગ્રુપના માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “આજના આધુનિક યુગમાં યુવાનો પોતાના મૂળ અને સંસ્કારોથી જોડાયેલા રહે તેમજ વડીલોના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે તે ખૂબ જરૂરી છે. સામાજિક અને સંસ્કારિક વિકાસના ભાગરૂપે આ ધાર્મિક ચલચિત્ર દર્શાવવામાં આવ્યું છે, જેથી સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચી શકે.”

ફિલ્મ નિહાળ્યા બાદ વૃદ્ધાશ્રમના વડીલોના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી હતી અને તેમણે યંગ ઇન્ડિયા ગ્રુપ તથા સ્કાય મલ્ટિપ્લેક્સ ટીમનો હૃદયપૂર્વક આભાર માની આશીર્વાદ આપ્યા હતા.

યુવાનોએ પણ આ પ્રકારના કાર્યક્રમથી પ્રેરણા મેળવી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સક્રિય રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપના ટીમ મેમ્બર્સ અને સ્કાય મલ્ટિપ્લેક્સના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!