Friday, July 24, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર મહેર: પાંચેય તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો

મોરબી જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર મહેર: પાંચેય તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો

માળીયામાં સૌથી વધુ ૬૨ મીમી વરસાદ: મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારામાં પણ મેઘમહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તમામ પાંચ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. માળીયામાં સૌથી વધુ ૬૨ મીમી વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે શરૂ થયેલા વરસાદથી શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

મોરબી જીલ્લા કંટ્રોલ રૂમ દ્વારા તા.૨૩ જુલાઈના સવારે ૬ વાગ્યાથી તા.૨૪ જુલાઈના સવારે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાકના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં માળીયા(મી) તાલુકામાં સૌથી વધુ ૬૨ મીમી (૨.૪૮ ઇંચ) વરસાદ નોંધાયો હતો. ઉપરાંત મોરબીમાં ૬૦ મીમી (૨.૪૦ ઇંચ), વાંકાનેરમાં ૬૧ મીમી (૨.૪૪ ઇંચ), હળવદમાં ૫૭ મીમી (૨.૨૮ ઇંચ) અને ટંકારામાં ૫૧ મીમી (૨.૦૪ ઇંચ) વરસાદ નોંધાયો હતો.

મોડી રાત્રે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં શહેરના અનેક માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. જીલ્લામાં હજુ પણ અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!