વાંકાનેરના સરતાનપર રોડ ટીટા ચોકડી પાસે બંધ પડેલા ટ્રકનું રિપેરિંગ કરતી વખતે ટ્રકનો જોઈન્ટ માથા પર પડતાં યુવાનનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, મકનસર ગામના પીયુષભાઈ ભીખુભાઈ ભરડા ઉવ.૨૨ ગત તા.૨૧ જૂનની રાત્રે સરતાનપર રોડ ટીટા ચોકડી પાસે બંધ પડેલા ટ્રકની નીચે કામ કરી રહ્યા હતા ત્યારે ટ્રકનો જોઈન્ટ માથા પર પડતાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી પ્રથમ રફાળેશ્વર એપેક્સ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતાં રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






