Sunday, January 5, 2025
HomeGujaratમોરબી તાલુકાના જોધપર(નદી) નજીક ટ્રકચાલકે ડબલસવારી એક્ટીવાને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી તાલુકાના જોધપર(નદી) નજીક ટ્રકચાલકે ડબલસવારી એક્ટીવાને હડફેટે લેતા યુવાનનું મોત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રોહીદાસપરામાં રહેતા રમેશભાઈ ભવાનભાઈ પરમાર(ઉ.વ.૨૮)એ ટ્રક નં. જીજે-૧૨-એવાય-૭૫૪૬નાં ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે ઈલેક્ટ્રોનિક રીપેરીંગનું કામકાજ કરતા હોય અને ગત તા. ૦૨ ના રોજ બપોરે જોધપર (નદી) ગામ નજીક રોડનું કામ ચાલે છે ત્યાંથી તે પોતાનું એકટીવા નં. જીજે-૩૬-જે-૦૭૭૯ લઈને આવતા હોય ત્યારે ટ્રક નં. જીજે-૧૨-એવાય-૭૫૪૬નાં ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીનાં એક્ટીવાને પાછળ ભટકાડી અકસ્માત કરતા એકટીવામાં પાછળ બેઠેલા ચાલક ફરિયાદી રમેશભાઈ પરમારનાં ભાઈ જયંત એકટીવા સાથે ટ્રકના ડ્રાઈવર સાઈડના વ્હીલમાં આવી જતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મુકી નાશી છુટ્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!