Friday, December 27, 2024
HomeGujaratમાળિયા મિયાણાના વીર વિદરકા ગામે પથ્થરના અને તિક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી...

માળિયા મિયાણાના વીર વિદરકા ગામે પથ્થરના અને તિક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી યુવાનની હત્યા

મોરબી જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં માળિયા મિયાણા તાલુકાના વીર વિદરકા ગામેં રહેતા 27 વર્ષય યુવાનનું અજાણ્યાં શખ્સોએ પથ્થરના અને તિક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી કાસળ કાઢી નાખ્યું હતું. જે અંગે મૃતકાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

હત્યાના બનાવની જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર માળિયા મિયાણા તાલુકાના વીર વિદરકા ગામેં રહેતા રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (ઉ.વ.27) નામનો યુવાન છેલ્લા બે દિવસથી ગામના તળાવ નજીક આવેલ બેચરભાઈના વાડામાં આદિવાસી મજુર ભેગો રહેતો હતો. જે ઈચ્છા થાય તો ઘરે જતો હોય નહીતર કોઈ પણ સ્થળે રાત પસાર કરતો હતો. દરમિયાન આજે આ યુવાનનું અજાણ્યા ઇસમે કોઈ અગમ્ય કારણોસર પથ્થર તથા તિક્ષ્ણહથિયાર વડે માથાના ભાગે તેમજ ગળાના ભાગે ઘા મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવેલી હળતામા તેનો મૃતદેહ સાંપડ્યો હતો.

આ બનાવ અંગે મૃયકના ભાઈ મહેશભાઈ જીવાભાઈ સુરેલાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગુન્હો નોંધી પીએસઆઇ એન.એચ. ચુડાસમા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!