Thursday, July 18, 2024
HomeGujaratવાંકાનેર પંચાસીયા રોડ પર જોખમી રીતે સ્ટંટ કરવા યુવકને ભારે પડ્યા :...

વાંકાનેર પંચાસીયા રોડ પર જોખમી રીતે સ્ટંટ કરવા યુવકને ભારે પડ્યા : પોલીસે કરાવ્યું કાયદાનુ ભાન

વાંકાનેર-પંચાસીયા રોડ રાતીદેવરી ગામ પાસે આવેલ આહોઇ નદીના બ્રીજના રોડ ઉપર જોખમી રીતે સ્ટંટ કરી મોટરસાઇકલ ચલાવતા એક યુવકનો વિડીયો વાઈરલ થયો હતો. જે વિડિયલિન આધારે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલક યુવકને પકડી કાયદાનુ ભાન કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં આવા સ્ટંટ કરતા શખ્સોનાં વિડીયો છાસવારે સામે આવતા હોય છે. ત્યારે આવા શખ્સો સામે મોરબી જિલ્લા પોલીસે કાર્યવાહી આરંભી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના અને માર્ગદશન હેઠળ મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે ટ્રાફીક શાખાના પી.આઈ. કે.એમ.છાસીયાની સુચના મુજબ મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસની ટિમ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવી રહી હતી .જે દરમ્યાન Instagram સોશ્યલ મીડીયા પેઇઝ ઉપર એક મોટરસાઈકલનો સ્ટંટ કરતો વાઇરલ થયેલ વિડિયો બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા સૂચના મળતા મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી આરંભવામાં આવી હતી. જે દરમિયાન વિડીયો જોતા જેમાં વાંકાનેર-પંચાસીયા રોડ રાતીદેવરી ગામ પાસે આવેલ આહોઇ નદીના બ્રીજના રોડ ઉપર એક મોટર સાઇકલ ચાલક પોતાનું મોટરસાઈકલ પુરઝડપે અને બેફીકરાઇથી કાવા મારી સર્પાકારે મોટર સાયકલ ઉપર ઉભા-ઉભા સ્ટંટ કરતો ચલાવી નીકળતા, પોતાની તથા અન્ય રાહદારી માણસોની જીંદગી તેમજ શારીરીક સલામતી જોખમાય તેવુ કૃત્ય કરેલ હોય, જે વાયરલ થયેલ વિડીયોમાં વાહનના નંબર GJ-03-HC-8736 હોવાનુ જણાય આવતા, તુરત જ આ રજીસ્ટર નંબરવાળા વાહનની e.GujCop માં સર્ચ કરી ડીટેઇલ મેળવી. GJ-03-HC-8736 નંબરના મોટરસાઈકલ સાથે શોધી કાઢી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતો હોય, જેથી મોટરસાઈકલના ચાલક સાગરકુમાર અશોકભાઇ વરાણીયા વિરુધ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!