મોરબી: મોરબીમાં યુવાનનો ઝેરી દવા પીને આપઘાત લીધેલ હતો. આ બનાવની મોરબી તાલુકા પો.સ્ટેમાંથી જાણવા મળેલ વિગતો મુજબ મહેશભાઇ ઘનશ્યામભાઇ મકવાણા (ઉ.વ-૨૨ રહે.હાલ ઘુંટુ રોડ પ્રભાત સોસાયટી તા.જી.મોરબી) વાળાએ ગઈકાલે સવારના સમયે ઉપરોક્ત રહેણાંક મકાને કોઇપણ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેનું મોત નિપજ્યું હતું. બાદમાં તેની ડેડ બોડી ૧૦૮ એમ્બ્યુલન્સમાં અત્રેની સ.હો મા લાવતા તેની સાથે મરણજનારના ભાઇ વિનોદભાઇએ આ બનાવની જાણ કરતા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.