Monday, November 2, 2026
HomeGujaratમોરબી-૨: સલાટવાસમાં રહેણાંકમાંથી વિદેશી દારૂની ૩૧ બોટલ ઝડપાયો

મોરબી-૨: સલાટવાસમાં રહેણાંકમાંથી વિદેશી દારૂની ૩૧ બોટલ ઝડપાયો

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર રિજન્ટા હોટલની બાજુમાં આવેલા સલાટવાસમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૩૧ નંગ બોટલ મળી આવી હતી. જોકે, દરોડા દરમિયાન મકાનમાં આરોપી હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે રિજન્ટા હોટલની બાજુમાં સલાટવાસમાં રહેતો ખુશાલભાઈ રૂડાભાઈ પરમાર પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૩૧ બોટલ કિ.રૂ.રૂ.૨૩,૪૩૮/- મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી ખુશાલભાઈ રૂડાભાઈ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!