Thursday, May 2, 2024
HomeGujaratમોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી

મોરબીમાં એક શખ્સ દારૂ સહિતના મુદ્દામાલ સાથે ઝડપાયો છે. જેમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગઈકાલે એક શખ્સને કારમાં લઈ જતા એક દારૂની બોટલના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ગઈકાલે ચેકીંગમાં હતી તે દરમિયાન મોરબીના વાવડી રોડ ગણેશનગર શેરી નં ૨. માં રહેતા મયુરભાઇ બટુકભાઇ સિસોદીયાને તેની આગળ પાછળ નંબર પ્લેટ વગરની મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો કારમાં રહેલ ગેર કાયદેસર ભારતીય બનાવટની પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂ ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીક્સીની રૂ.૬૦૦/-ની કિંમતની એક બોટલ સાથે ઝડપી પાડ્યો છે. અને રૂ.૬૦૦/-ની કિંમતની એક બોટલ તથા મારૂતી અલ્ટો કારની રૂ.૮૦,૦૦૦/-ની કાર મળી કુલ રૂ.૮૦,૬૦૦/-નો મુદામાલ કબ્જે કરી મયુરભાઇ બટુકભાઇ સિસોદીયાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!