ગીરીરાજ સ્ટોન ક્રશરની પાછળ સંતાડેલી ૧૧૨ બોટલ વાંકાનેર તાલુકા પોલીસે કબજે કરી: અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે મકતાનપર ગામની સીમમાં ગીરીરાજ સ્ટોન ક્રશરની પાછળ આવેલા પાણીના વોકળામાં દરોડો પાડી રૂ.૬૩,૨૮૦/-કિંમતની વિદેશી દારૂની ૧૧૨ બોટલ કબજે કરી હતી.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે મળેલી બાતમીના આધારે મકતાનપર ગામની સીમમાં આવેલા ગીરીરાજ સ્ટોન ક્રશરની પાછળના પાણીના વોકળામાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પ્લાસ્ટિકના ઝબલાંમાંથી ગ્રીન લેબલ વ્હિસ્કીની ૭૦ બોટલ અને ૮પીએમ વ્હિસ્કીની ૪૨ બોટલ મળી કુલ ૧૧૨ બોટલ કિ.રૂ.૬૩,૨૮૦/- નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. હાલ દારૂનો જથ્થો સંતાડનાર અજાણ્યા શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






