હળવદના રાતાભેર ગામ નજીક બાવળ સાથે કાર અથડાતાં ચાલક ફરાર, દારૂ અને કાર સહિત રૂ.૩.૬૭ લાખનો મુદામાલ જપ્ત.
હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે માથક ગામે વોચમાં હોય તે દરમિયાન દારૂ બગારેલ સ્વીફ્ટ કાર પસાર થતા તેનો પીછો કરતાં કાર રાતાભેર ગામ નજીક અકસ્માતનો ભોગ બની હતી. ત્યારે કાર ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસે કારમાંથી ૧૧૩ બોટલ વિદેશી દારૂ સહિત રૂ.૩.૬૭ લાખનો મુદામાલ કબ્જે કરી કાર ચાલક સહિત તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
હળવદ પોલીસ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, એક સફેદ કલરની સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૧૨-એફસી-૨૨૦૭ માથક-ચેપા કુવા નજીકથી પસાર થવાની હોય જેથી મળેલી બાતમીના આધારે હળવદ પોલીસ ટીમે માથક-ચેપા કૂવા રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન ઉપરોક્ત સ્વિફ્ટ કાર ત્યાંથી નીકળતા તેને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર હંકારી રાતાભેર ગામ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ પીછો કરતી વખતે કાર એસ્સાર પંપ નજીક રોડ પાસે બાવળ સાથે અથડાઈ જતા કારનો ચાલક અંધારાનો લાભ લઈ કાર રેઢી મૂકીને સ્થળ પરથી નાસી ગયો હતો.
પોલીસે કારની તલાશી લેતા તેમાંથી રાજસ્થાનમાં વેચાણ માટેની ૮ પીએમ વ્હીસ્કીની ૬૦ અને ગ્રીન લેબલ વ્હીસ્કીની ૫૩ એમ કુલ ૧૧૩ બોટલ વિદેશી દારૂ કઈ.રૂ.૬૭,૫૦૫/-મળી આવ્યો હતો. ત્યારે પોલીસે દારૂ તથા કાર સહિત કુલ રૂ.૩,૬૭,૫૦૫/-નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ હળવદ પોલીસે આરોપી કાર ચાલક તથા તપાસમાં ખુલ્લે તેની સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






