હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં બે શખ્સો વચ્ચે બોલાચાલી ઝઘડો શાંત કરાવવા વચ્ચે પડેલા યુવક ઉપર આરોપી પિતા-પુત્રે યુવકના ઘર પાસે આવી પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા રાકેશભાઈ ધનજીભાઈ ધામેચા ઉવ.૩૮ની ફરિયાદ મુજબ, ગત તા.૩૦/૦૬ની રાત્રે તેઓ ઘર નજીમ આવેલ દુકાન ઓએસે બેઠા હતા, જ્યાં મેહુલભાઈ ઉર્ફે મહેલો અને એક અન્ય વ્યક્તિ બોલાચાલી ઝઘડો કરતા હોય જેથી રાકેશભાઈએ બંને વચ્ચે પડી ઝઘડો શાંત કરાવવા ગયા હતા. આ બાબતનો ખાર રાખી તે જ રાત્રે આરોપી મેહુલ ઉર્ફે મેહલો દિનેશભાઈ કોળી અને તેમના પિતા દિનેશભાઈ કોળી રહે. હળવદ ભવાનીનગર ઢોરા વાળા ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા. જ્યાં આવી આરોપી મેહુલે લોખંડના પાઇપથી ફરિયાદીના કપાળમાં માર માર્યો જ્યારે તેના પિતા દિનેશભાઇ કોળી ધોકો લઈને સાથે ઊભા રહ્યા હતા. બાદમાં બંનેએ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બનાવ અંગે હળવદ પોલીસે આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરવા તપાસ ચલાવી છે.






