Sunday, August 23, 2026
HomeGujaratમોરબીમાં જુગારની ત્રણ રેઇડમાં ૧૨ ઝડપાયા, ત્રણ ફરાર

મોરબીમાં જુગારની ત્રણ રેઇડમાં ૧૨ ઝડપાયા, ત્રણ ફરાર

સીટી એ ડિવિઝન પોલીસે તીનપત્તિ અને વર્લીના જુગારમાં રોકડા રૂ.૧.૨૩ લાખ કબ્જે કર્યા.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર પોલીસની અલગ-અલગ ત્રણ દરોડાની કાર્યવાહીમાં તીનપત્તિ અને વર્લી આંકડાનો જુગાર રમતા કુલ ૧૨ આરોપીઓને ઝડપી લઈ કુલ રૂ.૧,૨૩,૫૫૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જ્યારે વર્લી જુગારમાં ત્રણ શખ્સો સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવાયા છે.

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ગઈકાલ તા.૨૨/૦૮/૨૦૨૬ના રોજ જુગારની અલગ-અલગ ત્રણ રેઇડ કરી હતી. પ્રથમ રેઇડમાં દલવાડી સર્કલથી આગળ મચ્છોનગરમાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા બાલુભાઈ રેવાભાઈ ગાડુંભાઈ ખીટ ઉવ.૩૭, ચકુભાઈ ઉર્ફે ખોડાભાઈ થોભણભાઈ પરસાડિયા ઉવ.૨૭, છનાભાઈ ખોડાભાઈ જીવણભાઈ રાતડિયા ઉવ૩૧, રાજુભાઈ બાબુભાઈ લાખાભાઈ ચાવડિયા, વિપુલભાઈ બેચરભાઈ આલાભાઈ લામકા ઉવ.૨૬ અને રાજુભાઈ અરજણભાઈ બાભુભાઈ રાઠોડ ઉવ.૪૨, તમામ રહે. મચ્છોનગર, દલવાડી સર્કલ પાસે મોરબી વાળાને ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી રોકડા રૂ.૮૪,૫૦૦/- જપ્ત કરવામાં આવ્યા હતા.

બીજી રેઇડમાં શનાળા રોડ લાયન્સનગરમાં ચારબાઈના મંદિર પાસે જાહેરમાં ગંજીપત્તાના પોસ્ટર ઉપર અંદર-બહારનો નસીબ આધારિત રૂપિયાની હારજીતનો જુગાર રમતા સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા ઉવ.૫૦, નિમીષભાઈ હરેશભાઈ માવજીયા ઉવ.૨૬, હરેશભાઈ દીપકભાઈ દેલવાણીયા ઉવ.૪૦, સુભાષભાઈ દીલીપભાઈ હળવદીયા ઉવ.૪૦ તમામ રહે. લાયન્સનગર મોરબી અને દીપકભાઈ હનુભાઈ કસકીયા ઉવ.૫૦ રહે.મૂળ સામપર-માધાપર તા.જોડિયા જી.જામનગર વાળા ઝડપાયા હતા. તેમની પાસેથી રોકડા રૂ.૩૩,૫૦૦/-, ગંજીપત્તા અને જુગારનું પોસ્ટર સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યું હતું.

જુગારની ત્રીજી રેઇડમાં વાવડી રોડના નાકા પાસેથી મોબાઇલમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતા ઉદયભાઈ ભરતભાઈ ડાભી ઉવ.૨૪ રહે. માધાપર શેરી નં.૧૮ મેઈન રોડ મોરબી વાળાને રંગેહાથ ઝડપી લેવાના આવ્યો હતો. તેની પાસેથી પોલીસે રૂ.૫૫૦/-રોકડા અને રૂ.૫,૦૦૦/-નો મોબાઇલ મળી કુલ રૂ.૫,૫૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની સઘન તપાસ અને પૂછતાછમાં ગોપાલભાઈ ખીટ રહે. માધાપર મોરબી, મનિષભાઈ ખાણધર રહે. કારિયા સોસાયટી વાવડી રોડ મોરબી તથા દશરથસિંહ ઉર્ફે દસો ઝાલા રહે. માધાપર મોરબી વાળા સાથે પકડાયેલ આરોપી ઉદયભાઈ મોબાઈલમાં વર્લીના આંકડાનો જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!